Skip to main content

Posts

Showing posts with the label ગુજરાતી સાહિત્ય

ગુજરાતી સાહિત્ય પરિષદ

          ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે.  ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને  વિનોદ સાથે ઉ ન્નત કરે તેવું સાહિત્ય ઉપજાવવા, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી  પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર  શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી સ્વ. રણજિતરામ વાવાભાઈના પ્રયત્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી  સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. પ્રથમ સંમેલન અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું.  ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ,  પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો  અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક  મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે

ગુજરાતના સાહિત્યકાર અને તેમના ઉપનામ

ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર ૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા ૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા ૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર ૫. દર્શક- મનુભાઈ પંચોલી૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક ૭. શૂન્ય- અલીખાન બલોચ ૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ ૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર ૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન ૧૧. ચકોર- બંસીલાલ વર્મા ૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા ૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં ૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર ૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર ૧૬. બેફામ- બરકતઅલી વિરાણી ૧૭. સોપાન- મોહનલાલ મેહતા ૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી ૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ ૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ ૨૧. સયદા- હરજી લવજી દામાણી ૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા ૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ ૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી ૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી ૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા ૨૭. લલિત- જમનાશંકર બુચ ૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ ૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ ૩૦. પતીલ- મગનલાલ પટેલ ૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી ૩૨. વાસુકી, શ્રવણ- ઉમ