Skip to main content

ગુજરાત ના લોકનૃત્યો

ગુજરાત ના લોકનૃત્યો 

હાલી નૃત્ય : 

-તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં પુરુષ અને સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથ રાખીને સમૂહમાં નૃત્ય કરે છે. આ નૃત્યમાં ગીત ગવડાવનારને 'કવિયો' કહેવામાં આવે છે.

યુદ્ધ નૃત્ય : 

પંચમહાલ જિલ્લાના ભીલો આ યુદ્ધ નૃત્ય માટે જાણીતા છે. હાથમાં તલવાર સાથે ઉન્માદમાં આવીને તેઓ ચિચિયારીઓ પાડીને નૃત્ય કરે છે. નૃત્યનું કારણ કોઈ પ્રેમપ્રસંગ હોય છે. તલવાર ઉપરાંત નૃત્ય કરતી વખતે ભાલા, તીર-કામઠા વગેરે રાખવામાં આવે છે. આ નૃત્ય 'ભીલ નૃત્ય' તરીકે પણ ઓળખાય છે.

આગવા નૃત્ય :

ભરૂચ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરી જાણે છે. તેમાં મંજીરા અને મૂંગી વપરાય છે. હાથમાં લાકડી  રાખીને આ નૃત્ય કરવામાં આવે છે. 

પઢાર નૃત્ય : 

નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે.તેથી આ નૃત્ય 'હલેસા નૃત્ય' તરીકે પણ ઓળખાય છે. તેઓ આ નૃત્ય દરમિયાન વાદ્ય તરીકે એકતારો, તબલાં, બગલિયું, મોટા મંજીરા વગાડતા હોય છે. તેથી તેને 'પઢારોનું મંજીરા નૃત્ય' પણ કહેવાય છે.

ધમાલ નૃત્ય :

ગીર વિસ્તારમાં જંબર ગામમાં વસતા સીદી (હબસીઓ) દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

આ નૃત્યમાં તેઓ ઢોલકના ધબકારા સાથે નાળિયેરની કાચલીમાં કોડીઓ ભરીને તેને તાલબધ્ધ રીતે ખખડાવે છે અને સાથે મોરપીંછનો ઝૂડો હલાવે છે. (નાળિયેરની કાચલીમાં કોડીઓ ભરેલી હોય તેને 'મશીરા'કહેવાય છે.) 

જાગ નૃત્ય અથવા માંડવી નૃત્ય:

કેટલીક જ્ઞાતિઓમાં લગ્ન, જનોઈ કે સીમંતના પ્રસંગોએ માતાજીનો જાગ તેડે છે. પાંચમાં કે સાતમાં દિવસે માતાજીને વળાવતી વખતે બાજોટના ચાર ખૂણે ખપોટ બાંધી તેના ચારેય છેડાને ઉપરથી ભેગા કરીને બાંધી દેવામાં આવે છે.

રૂમાલ નૃત્ય:

મહેસાણા જિલ્લાના ઠાકોરના લોકો તથા પછાત કોમના ભાઈઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. પુરુષો હાથમાં રૂમાલ રાખીને આ નૃત્ય કરે છે.

તલવાર નૃત્ય:

ઓખામંડળના વાઘેરો દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે.

 ટીપ્પણી નૃત્ય :

ટીપ્પણીએ શ્રમ હારી નૃત્ય છે. ચોરવાડ વિસ્તારની બહેનો દ્વારા તેને રજુ કરવામાં આવે છે. પહેલાના સમયમાં ઓરડા, મંદિર કે અગાસી ભોંય પર માટીથી લીંપણ કરવા માટે તેને પગ વડે ખુંદવામાં આવતી. ટીપ્પણી એટલે લાકડી વડે ગોળ કે ચોરસ ત્રણ ચાર ઈંચના લંબચોરસ લાકડાના ટુકડા જળવામાં આવતા. ભોંય એકસરખી ટીંપાય તે માટે ગોળાકાર અને સામસામે બહેનો ઉભી રહી ધાબો ટીપતા.

લાંબા સમય સુધી ચાલતુ આ કાર્ય કંટાળા જનક ન લાગે આથી વચ્ચે વચ્ચે ગીતો ગાતા અને સંગીતમય વાજીંત્રો નો ઉપયોગ કરતા.

ગોફ ગૂંથણ નૃત્ય:

ગોફ ગૂંથન–સોળંગા રાસ એ સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે. આ નૃત્ય એક વિશિષ્ટ પ્રકારનો મનોહર રાસ છે. આ નૃત્યમાં વણેલી સુંદર મજાની દોરીઓનો ગુચ્છ અદ્ધર બાંધેલી કડીમાંથી પસાર કરી તેનો એકેક છેડો રાસધારીઓના હાથમાં અપાય છે. 

 પ્રારંભમાં ગરબી લઈને પછી દાંડિયારાસ ચગે છે. રાસની સાથે બેઠક, ફૂદડી ને ટપ્પા લેતાં રાસે રમે છે. તેની સાથે સાથે રંગીન દોરીની મનોહર ગૂંથણી ગૂંથાતી જાય છે.ગૂંથણી પૂરી થયા પછી અવળાં ચલનથી રાસની રમઝટ સાથે દોરીની ગૂંથણીને ઉકેલવામાં આવે છે. આ રાસમાં કોળીઓની છટા, તરલતા અને વીજળી વેગ આપણું મન હરી લે છે.

ગરબો :

'ગરબો' એ ગુજરાતનું વિશિષ્ટ લોકનૃત્ય છે. 'ગરબો' શબ્દ ગર્ભદીપ ઉપરથી બન્યો છે. ગરબો એ માત્ર સ્ત્રી પ્રધાન સાહિત્ય પ્રકાર છે.આ નૃત્યમાં કાણાવાળી માટલીમાં દીવો મૂકીને માતાજીના સ્થાનકની આસપાસ ગોળ ગોળ ઘૂમવામાં આવે છે. આમાં કાણાવાળી માટલી શરીર' નું અને દીવો 'આત્મા' નું પ્રતીક છે. આ નૃત્ય શક્તિ પૂજા માટે કરવામાં આવે છે. તે નવરાત્રિ, હોળી, શરદપૂર્ણિમાં અને માંગલિક પ્રસંગોએ કરવામાં આવે છે. માટીના ગરબામા વચ્ચે છીદ્રો પાડવાને 'ગરબો કોરાવવો' કહે છે.

આ ઉપરાંત ગુજરાતમાં દાંડિયા—રાસ અને તાળી—રાસ પણ રમાય છે. ગરબાના પિતા વલ્લભ અને ધોળાને ગણવામાં આવે છે. વલ્લભ અને ધોળાએ ‘શરગારનો ગરબો’, ‘કજોડાનો ગરબો”, ”કળીકાળનો ગરબો, આનંદનો ગરબો' આપેલા છે.

ગરબી :

ગરબી એ નવરાત્રિના સમયે લેવાતો ગેય નૃત્ય છે.ગરબી એ પુરુષ નૃત્યનો પ્રકાર છે. નવરાત્રિ ઉપરાંત જન્માષ્ટમી અને જળજલક્ષી અગિયારસ જેવા ઉત્સવોએ ગવાય છે. દયારામે ક્રિષ્ણ ભક્તિ આધારે ગરબીની રચના કરી. આથી તેને ગરબીના પિતા ગણવામાં આવે છે.

મેર નૃત્ય :

 ખાસ પોરબંદરના ખમીરવંતી જાતિ મેરનું મેર નૃત્ય જાણીતું છે. લાંબી ભુજાવાળા, મુછાળા અને થોભાળા, પડછંદ શરીરવાળા, કેડીયાપર કસકસાવીને બાંધેલી ભેટ, કપાળપર છાજલુ કરતી પેચવાળી પાઘડી પહેરીને જુવાનીયાઓ રાસના મેદાનમાં ઉતરે ત્યારે વીર રસને સ્વરૂપે નૃત્ય ખડું કરે છે.ઢોલ અને શરણાઈના તાલ સાથે સુરતનને બિરદાવતા હોય તે રીતે પગની ગતી તાલ બુદ્ધ જોવા મળે છે. 

ડાંગી નૃત્ય :

આદિવાસી નૃત્ય ખાસ કરીને ડાંગ વિસ્તારમાં આ નૃત્ય પોતાની આગવી સંસ્કૃતિને રજુ કરે છે. જેને 'ચારો' તરીકે પણ ઓળખવામાં આવે છે. જેમા 27 પ્રકારના તાલ જોવા મળે છે. ચકલી, મોર, મરઘી કે કાચબો જેવા પ્રાણીઓની નકલ નૃત્ય સ્વરૂપે દેખાડવામાં આવે છે. થાળી, ઢોલક કે મંજીરા જેવા વાજીંત્રોમાંથી સુર તેની આગવી વિશેષતા છે.માળાનો ચારો નૃત્ય પૂરુ થવા આવે ત્યારે પુરુષના ખભા પરથી સ્ત્રીઓ જમીન પર ઉતરી પડે છે અને પુરુષના શરીરને સ્પર્શે છે. જેનો અર્થ એવો થાય છે. પુરુષને પડેલી તકલીફ બદલ સ્ત્રીઓ માફી માંગે છે. 

મેરાયો નૃત્ય :

મેરાયો નૃત્ય બનાસકાંઠાના વાવ તાલુકાના ઠાકોર કોમનું નૃત્ય છે.સરખડ અથવા ઝુંઝાળી નામના ઊંચા ઘાસમાંથી તોરણ જેવા ઝૂમખા ગુંથીને મેરાયો બનાવવામાં આવે છે જેને ' નાગલી ' કહે છે આવા અનેક ઝૂમખાને એક લાકડીની આસપાસ ચોરસ પાટીયાને આધારે લટકાવવામાં આવે છે. તેના મોર અને પોપટ બેસાડવામાં આવે છે. બધા ઝૂમખાની વચ્ચે દીવડા પ્રગટાવવામાં આવે છે. એક માણસ કમરે નાળીયેરની કાચલી બાંધી તેમા મેરાયાને રાખવામાં આવે છે.

આ રીતે મેરાયાને તોરકી મેળામા ફરે છે અને ઢોલ વગાડવામાં આવે છે અને હડીલા નામનો શોર્ય ગીત ગાવામાં આવે છે. આ સમયે રજપુતના દીકરાને તલવારે લડતા કે રમતા જોવા એ લાહવો છે.'સાંઢણી', 'કાનૂડો' આ બે લોક નૃત્ય અંહીયા પ્રસિદ્ધ છે.

હીંચ નૃત્ય : 

સીમંત, લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગોએ રાંદલ માતાને તેડવા માટે આ નૃત્ય કરાય છે. આ નૃત્યમાં રાંદલ માતા ફરતે સ્ત્રીઓ રાંદલમાની સ્તુતિ કરતાં હીંચ લે છે કે હમચી ખૂંદે છે. આ નૃત્ય 'હમચી નૃત્ય’ પણ કહેવાય છે.

ઢોલારાણો નૃત્ય :

 ઢોલારાણોએ ગોહિલવાડ પંથકના કોળીઓનું નૃત્ય છે. ચોમાસાની ઋતુમાં ખળામાં પાક આવે ત્યારે તે જોઈને ખેડૂતના હૈયા હરખાઈ ઉઠે છે. ખાસ કરીને આ કાપણી પ્રસંગનું નૃત્ય છે. ભાવનગરની ઘોઘાસર્કલ મંડળી સરસ રીતે તેને ભજવે છે.

ઠાગાનૃત્ય :

ઠાગાનૃત્ય એ ઉત્તર ગુજરાતના ઠાકોરોનું આગવું લોકનૃત્ય છે. સૌરાષ્ટ્રના લોકમેળાઓમાં શૂરાઓના ખમીર અને જોમ જોવા મળે છે તે ઠાકોરોના ઠાગા નૃત્યમાં જોવા મળે છે. વારતહેવારે આ વિસ્તારના ઠાકોર ઊંચી એડીના ચડકીવાળા બૂટ, અઢીવરસ્કે પોતડી, ગળે હાંસડી, પગમાં તોડો અને કાનમાં મરકી પહેરી હાથમાં ઉઘાડી તલાવરો લઈને ઠાગા લેવા નીકળે છે ત્યારે મોતના સંગ્રામ જેવું દ્રશ્ય સર્જાય છે.

ભરવાડોના ડોકા અને હૂડારાસ :

સૌરાષ્ટ્રના ભરવાડો જ્યારે ડોકારાસ અને હૂડારાસમાં ખીલે છે ત્યારે કે સંસ્કૃતિના સાચા ખમીરનાં દર્શન થાય છે.ભરવાડોના રાસમાં કાન ગોપીનાં ગીતો મુખ્ય હોવા છતાં ડોકારાસમાં ગીતને ઝાઝું સ્થાન નથી. ઢોલના તાલે લાંબા આખા પરોણા કે પરોણિયું લઈને દાંડિયા લે આ વખતે પગના તાલ, શરીરનું હલનચલન અને અંગની આગવી છટા ઊડીને આંખે વળગે છે.

જ્યારે હોડારાસમાં ભરવાડ અને ભરવાડણો ઢોલના તાલે તાલે સામસામા હાથના તાલ અને પગના ઠેકા વડે રાસે રમે છે. આ રાસ ગીત વગર પણ ઢોલના તાલે સેરસ ઊપડે છે. ભરવાડ અને ભરવાડણોના ભાતીગળ પોષાકને કારણે રાસનું દ્રશ્ય હૃદયંગમ બની રહે છે.

આદિવાસી લોકનૃત્ય :

ગુજરાતમાં વસતા આદિવાસીઓ પાસે પણ લોકનૃત્યનો આગવો અને સમૃદ્ધ વારસો છે. દક્ષિણ ગુજરાતના હળપતિઓનું ઘેરિયાનૃત્ય અને તરીનૃત્ય, તડવીઓનું હોળી પ્રસંગનું ઘેરૈયાનૃત્ય, માંડવાનૃત્ય, આલેણી હાલેણી, પંચમહાલના ભીલોનું તરવારનૃત્ય, ધરમપુરના આદિવાસીઓનું શિકારનૃત્ય, જુદા જુદા 27 ગાળામાં થતાં ડાંગીનૃત્યો, ભરૂચ જિલ્લાના નર્મદાકાંઠે વસતી જાતિઓનું આગવા નૃત્ય જોનારને આનંદની અનુભૂતિ કરાવી જાય છે.

+ શાસ્ત્રીય નૃત્યોમાં ગુજરાતીઓનું પ્રદાન

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાત પણ આ ક્ષેત્રમાં પાછળ રહ્યું નથી. નૃત્યકાર ઉદયશંકરના પ્રભાવ હેઠળ વલસાડ પારોના ધમડાછાના વતની નટરાજ વશીએ 1940-42ની આસપાસ પ્રવીણા વશીની સહાયથી ‘નટરાજ વશી નૃત્ય મંડળીની સ્થાપના કરી હતી. નટરાજ વશી અને પ્રવીબ્રા વશીએ નાટક 'મહાભારત' માધવબાગ ખાતે અને વરલી ખાતે ભજવ્યું હતું.

મૂળ સુરતના અંજલિ વોરાએ મદ્રાસ ખાતે બાલા સરસ્વતીના નટુવનાર એલપ્પા પાસે ભરતનાટયમ્ નૃત્યની તાલીમ લીધી હતી.

મૂળ ગુજરાતી ઝવેરી બહેનોએ ગુરુ બિપીનસિંગ પાસેથી મણિપુરી નૃત્ય શીખીને નામના મેળવી છે. 

વસોના દબાર ગોપાળદાસના પુત્ર યોગેન્દ્રએ કેરલ કલામંડલમ્ સંસ્થામાં જોડાઈને કથકલી નૃત્ય શીખ્યા હતા.

1947માં શ્રીમતી મૃણાલિની સારાભાઈએ 'દર્પણ' સંસ્થાની સ્થાપના કરી ભરતનાટયમ્ અને કથકલી નૃત્ય શિક્ષણનો

પ્રારંભ કર્યો હતો. મૃણાલિની સારાભાઈની પુત્રી મલ્લિકા સારાભાઈ ભરતનાટયમ તથા કૂચીપુડી નૃત્યમાં નિષ્ણાંત છે.

'દર્પણ' સંસ્થાની વિદ્યાર્થીની સ્મિતા શાસ્ત્રી કૂચીપુડી નૃત્યમાં પારંગત હતા. તેમણે નર્તન ઈન્સ્ટિટયૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ નામની સંસ્થાની સ્થાપના કરી છે. 

ઈલાક્ષી ઠાકોર દ્વારા 'નૃત્ય ભારતી' સંસ્થાની તેમ જ હરિણાક્ષી દેસાઈ દ્વારા 'ભરતનૃત્યાંજલિ' સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.

ઓડિસી નૃત્યમાં 1967 માં કુમુદિની લાખિયાએ 'કદંબ' સંસ્થાની સ્થાપના કરીને 'કથક' નૃત્યના શિક્ષણને વેગ આપ્યો. આ સંસ્થા દ્વારા વિદેશમાં પણ ભારતનાં નૃત્યો રજૂ કરવામાં આવે છે.

સવિતાબહેન નાનજી મણિપુરી નૃત્યમાં પારંગત છે, જયારે સોનલ માનસિંગ ભરતનાટ્યમ પારંગત છે. કનક રેલે મોહિનીયટ્ટમમાં તથા સુનયના હજારીલાલ કથક નૃત્યમાં નિપુણ છે.

Comments

Popular posts from this blog

"Mastering the UPSC Exam on Your First Attempt: Proven Strategies for Success"

  " Unlock Your Path to Success: Ace the UPSC Exam in Your Very First Attempt with Time-Tested Strategies! Discover Your Ultimate Guide to Achieving Proven Results and Realize Your Dream of Conquering the UPSC Exam." READ MORE

"શા માટે દરેક GPSC અને UPSC ઉમેદવારને સફળતા માટે માર્ગદર્શકની જરૂર છે"

  શું UPSC અને GPSC પરીક્ષાઓમાં સફળતા માટે મેન્ટરશિપ નિર્ણાયક છે? ગુરુ-શિષ્ય પરમ્પરા, ભૂતકાળની એક સુંદર પરંપરા, આપણા માટે જાણીતી છે, પરંતુ આજકાલ, ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. આ પરંપરામાં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સીધા જ્ઞાનની વહેંચણી કરતા હતા, જેણે તેમને માત્ર શીખવામાં જ મદદ કરી ન હતી પરંતુ તેમને વધુ સારા લોકો પણ બનાવ્યા હતા. જો કે, જો આપણે આપણી આસપાસનું અવલોકન કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે અતિશય વ્યાપારીકરણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ વ્યવહારિક સંબંધો તરફ દોરી ગયું છે. તેમની વચ્ચે નોંધપાત્ર ડિસ્કનેક્ટ છે. પ્રશ્નો પૂછવાનો ડર શીખવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે, જે આદર્શ રીતે વિપરીત હોવો જોઈએ. જીવનની ઝડપી ગતિ અને અસંખ્ય સંસાધનોની સરળ ઍક્સેસે ઘણા વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શનથી દૂર કર્યા છે જે જીવનમાં સફળતા તરફનું નિર્ણાયક પ્રથમ પગલું હોઈ શકે છે. પણ થોડી વાર વિચાર કરો... વિશ્વામિત્ર, સંદિપની અને દ્રોણ જેવા શિક્ષકોની વાર્તાઓ, રામ, કૃષ્ણ અને અર્જુન જેવા તેજસ્વી વિદ્યાર્થીઓની વાર્તાઓ, આપણી જીવનયાત્રાના ફેબ્રિકમાં વણાયેલી છે, શું તે નથી?  Read More

ગુજરાતના લોકમેળા

 ગુજરાતના લોકમેળા મેળા એ ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેળાઓ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ઉપરાંત  પ્રદેશ કે પશુ-પક્ષી આધારિત જોવા મળે છે. ભારતમાં સવિશેષ કુંભમેળાને ગણી શકાય. આ મેળો દર ત્રણ વર્ષે પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરદ્વારમાં યોજાય ગુજરાતની પ્રાદેશિક વિવિધતાઓનું દર્શન ભાતીગળ મેળાઓમાં જોવા મળે છે. લોકમેળામાં અમૂક ચોક્કસ તિથીના રોજ જનસમુદાય મોટા સમૂહમાં મળીને પોતાની આગવી વિશેષતાઓની હર્ષોલ્લાસ ઉજવણી કરે છે.  ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ મહિના અને તિથિ આધારિત હોય છે.  ગુજરાતમાં દર વર્ષે 1,521 જેટલા મેળા ભરાય છે. તેમાંથી હિન્દુઓના મેળા 1,293, મુસ્લિમોના મેળા 175, જૈનોના મેળા 21, લોકમેળાઓ 14, ધંધાદારી મેળાઓ 13 અને પારસીઓ નો એક મેળો ભરાય છે. સૌરાષ્ટ્રમાં ઉજવાતા મેળાઓની વિષયવસ્તુ મહદઅંશે પૌરાણિક કે ધાર્મિક હોય ! તરણેતરનો મેળો કે શિવરાત્રી મેળો.  - દક્ષિણ ગુજરાત કે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ઉજવાતા મેળાઓ મહદઅંશે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. જે – આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ, ખાનપાન, રિવાજ, દેવીદેવતાઓ, પ્રકૃતિ વગેરેને કેન્દ્રમાં રાખી ઉજવણી કરે છે. દા.ત. ગોળગધેડાનો મેળો,