Skip to main content

Posts

ગુજરાત ના લોકનૃત્યો

ગુજરાત ના લોકનૃત્યો  હાલી નૃત્ય :  -તાપી અને સુરત જિલ્લાના હળપતિ આદિવાસીઓ દ્વારા આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં પુરુષ અને સ્ત્રી ગોળાકારમાં ગોઠવાઈ કમર ઉપર હાથ રાખીને સમૂહમાં નૃત્ય કરે છે. આ નૃત્યમાં ગીત ગવડાવનારને 'કવિયો' કહેવામાં આવે છે. યુદ્ધ નૃત્ય :  પંચમહાલ જિલ્લાના ભીલો આ યુદ્ધ નૃત્ય માટે જાણીતા છે. હાથમાં તલવાર સાથે ઉન્માદમાં આવીને તેઓ ચિચિયારીઓ પાડીને નૃત્ય કરે છે. નૃત્યનું કારણ કોઈ પ્રેમપ્રસંગ હોય છે. તલવાર ઉપરાંત નૃત્ય કરતી વખતે ભાલા, તીર-કામઠા વગેરે રાખવામાં આવે છે. આ નૃત્ય 'ભીલ નૃત્ય' તરીકે પણ ઓળખાય છે. આગવા નૃત્ય : ભરૂચ જિલ્લાના આદિવાસીઓ આ નૃત્ય કરી જાણે છે. તેમાં મંજીરા અને મૂંગી વપરાય છે. હાથમાં લાકડી  રાખીને આ નૃત્ય કરવામાં આવે છે.  પઢાર નૃત્ય :  નળકાંઠા વિસ્તારના પઢાર લોકોનું નૃત્ય છે. આ નૃત્યમાં પાણીમાં હોડી ચલાવતા હોય તે રીતે નૃત્ય કરવામાં આવે છે.તેથી આ નૃત્ય 'હલેસા નૃત્ય' તરીકે પણ ઓળખાય છે. તેઓ આ નૃત્ય દરમિયાન વાદ્ય તરીકે એકતારો, તબલાં, બગલિયું, મોટા મંજીરા વગાડતા હોય છે. તેથી તેને 'પઢારોનું મંજીરા નૃત્ય' પણ કહેવાય છે. ધમાલ નૃત્ય :

ગુજરાતના લોકમેળા

 ગુજરાતના લોકમેળા મેળા એ ભારતની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. મેળાઓ ઐતિહાસિક, સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ઉપરાંત  પ્રદેશ કે પશુ-પક્ષી આધારિત જોવા મળે છે. ભારતમાં સવિશેષ કુંભમેળાને ગણી શકાય. આ મેળો દર ત્રણ વર્ષે પ્રયાગરાજ, ઉજ્જૈન, નાસિક અને હરદ્વારમાં યોજાય ગુજરાતની પ્રાદેશિક વિવિધતાઓનું દર્શન ભાતીગળ મેળાઓમાં જોવા મળે છે. લોકમેળામાં અમૂક ચોક્કસ તિથીના રોજ જનસમુદાય મોટા સમૂહમાં મળીને પોતાની આગવી વિશેષતાઓની હર્ષોલ્લાસ ઉજવણી કરે છે.  ગુજરાતમાં ભરાતા મોટાભાગના મેળાઓ મહિના અને તિથિ આધારિત હોય છે.  ગુજરાતમાં દર વર્ષે 1,521 જેટલા મેળા ભરાય છે. તેમાંથી હિન્દુઓના મેળા 1,293, મુસ્લિમોના મેળા 175, જૈનોના મેળા 21, લોકમેળાઓ 14, ધંધાદારી મેળાઓ 13 અને પારસીઓ નો એક મેળો ભરાય છે. સૌરાષ્ટ્રમાં ઉજવાતા મેળાઓની વિષયવસ્તુ મહદઅંશે પૌરાણિક કે ધાર્મિક હોય ! તરણેતરનો મેળો કે શિવરાત્રી મેળો.  - દક્ષિણ ગુજરાત કે મધ્ય-પૂર્વ ગુજરાતમાં ઉજવાતા મેળાઓ મહદઅંશે આદિવાસી સંસ્કૃતિ સાથે સંકળાયેલા હોય છે. જે – આદિવાસીઓ પોતાની સંસ્કૃતિ, ખાનપાન, રિવાજ, દેવીદેવતાઓ, પ્રકૃતિ વગેરેને કેન્દ્રમાં રાખી ઉજવણી કરે છે. દા.ત. ગોળગધેડાનો મેળો,

"શા માટે દરેક GPSC અને UPSC ઉમેદવારને સફળતા માટે માર્ગદર્શકની જરૂર છે"

  શું UPSC અને GPSC પરીક્ષાઓમાં સફળતા માટે મેન્ટરશિપ નિર્ણાયક છે? ગુરુ-શિષ્ય પરમ્પરા, ભૂતકાળની એક સુંદર પરંપરા, આપણા માટે જાણીતી છે, પરંતુ આજકાલ, ભાગ્યે જ કોઈ તેનું પાલન કરે છે. આ પરંપરામાં શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે સીધા જ્ઞાનની વહેંચણી કરતા હતા, જેણે તેમને માત્ર શીખવામાં જ મદદ કરી ન હતી પરંતુ તેમને વધુ સારા લોકો પણ બનાવ્યા હતા. જો કે, જો આપણે આપણી આસપાસનું અવલોકન કરીએ, તો આપણે જોઈ શકીએ છીએ કે અતિશય વ્યાપારીકરણ શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે વધુ વ્યવહારિક સંબંધો તરફ દોરી ગયું છે. તેમની વચ્ચે નોંધપાત્ર ડિસ્કનેક્ટ છે. પ્રશ્નો પૂછવાનો ડર શીખવાની પ્રક્રિયામાં અવરોધ ઊભો કરે છે, જે આદર્શ રીતે વિપરીત હોવો જોઈએ. જીવનની ઝડપી ગતિ અને અસંખ્ય સંસાધનોની સરળ ઍક્સેસે ઘણા વિદ્યાર્થીઓને મૂલ્યવાન માર્ગદર્શનથી દૂર કર્યા છે જે જીવનમાં સફળતા તરફનું નિર્ણાયક પ્રથમ પગલું હોઈ શકે છે. પણ થોડી વાર વિચાર કરો... વિશ્વામિત્ર, સંદિપની અને દ્રોણ જેવા શિક્ષકોની વાર્તાઓ, રામ, કૃષ્ણ અને અર્જુન જેવા તેજસ્વી વિદ્યાર્થીઓની વાર્તાઓ, આપણી જીવનયાત્રાના ફેબ્રિકમાં વણાયેલી છે, શું તે નથી?  Read More

ગુજરાતી સાહિત્ય પરિષદ

          ગુજરાતી સાહિત્ય પરિષદ એ ગુજરાતી ભાષા સાહિત્યના ક્ષેત્રમાં કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે.  ગુજરાતી સાહિત્યનો વિસ્તાર વધારવા, લોકપ્રિય ઉત્કર્ષ સાધવા, સ્ત્રી-બાળકો, વેપારીઓ, કારીગરો વગેરેને  વિનોદ સાથે ઉ ન્નત કરે તેવું સાહિત્ય ઉપજાવવા, રંગભૂમિ અને વર્તમાનપત્રો જેવી પ્રજાજીવન ઘડનારી  પ્રણાલિકાઓમાં કર્તવ્યાકર્તવ્ય શી રીતે નક્કી કરવાં, આપણા પ્રજાજીવનને ઉન્નત, શીલવાન, રસિક અને ઉદાર  શી રીતે કરી શકાય, એવા અનેક હેતુઓથી સ્વ. રણજિતરામ વાવાભાઈના પ્રયત્નોથી ઈ.સ.૧૯૦૫માં ગુજરાતી  સાહિત્ય પરિષદની સ્થાપના થઈ. પ્રથમ સંમેલન અમદાવાદમાં એનું પહેલું સંમેલન ગોવર્ધનરામ મા. ત્રિપાઠીના પ્રમુખપદે જૂન જુલાઈ ૧૯૦૫માં યોજાયું હતું.  ત્યારથી આજ સુધી ગુજરાત-સૌરાષ્ટ્રમાં અનેક અને ગુજરાત બહાર કરાંચી, દિલ્હી, કોલકત્તા, ચેન્નઈ, હૈદરાબાદ,  પૂના, કોઈમ્બતૂર જેવાં અનેક સ્થળોએ પરિષદે પોતાનાં સંમેલનો યોજ્યાં છે. અત્યાર સુધીમાં કુલ ૨૬ જ્ઞાનસત્રો  અને ૪૫ અધિવેશનો (સંમેલનો) યોજાઈ ગયાં છે. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી પ્રથમ પ્રમુખ થયા બાદ અનેક  મૂર્ધન્ય સાહિત્યકારો તેમજ ગાંધીજી પણ આ સંસ્થાના પ્રમુખપદે

ગુજરાતના સાહિત્યકાર અને તેમના ઉપનામ

ઉપનામ — કવિ-લેખક-સાહિત્યકાર ૧. ઝીપ્સી- કિશનસિંહ ચાવડા ૨. કલાપી- સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ ૩. ઉશનસ- નટવરલાલ પંડ્યા ૪. સુન્દરમ- ત્રિભોવનદાસ લુહાર ૫. દર્શક- મનુભાઈ પંચોલી૬. શેષ, સ્વૈર વિહારી,દ્વિરેફ-રામનારાયણ વી. પાઠક ૭. શૂન્ય- અલીખાન બલોચ ૮. બેકાર- ઈબ્રાહીમ પટેલ ૯. સેહેની- બળવંતરાય ક. ઠાકોર ૧૦. અગ્નેય- સચ્ચિદાનંદ વાત્સ્યાયન ૧૧. ચકોર- બંસીલાલ વર્મા ૧૨. ચાંદામામા- ચંદ્રવદન ચીમનલાલ મેહતા ૧૩. ધૂમકેતુ- ગૌરીશંકર ગોવર્ધનરામ જોશીં ૧૪. કાકાસાહેબ- દત્તાત્રેય કાલેલકર ૧૫. પુનર્વસુ- લાભશંકર ઠાકર ૧૬. બેફામ- બરકતઅલી વિરાણી ૧૭. સોપાન- મોહનલાલ મેહતા ૧૮. ઉપવાસી- ભોગીલાલ ગાંધી ૧૯. સ્નેહરશ્મિ- ઝીણાભાઈ દેસાઈ ૨૦. પ્રિયદર્શી- મધુસુદન પારેખ ૨૧. સયદા- હરજી લવજી દામાણી ૨૨. બળ, મસ્ત- બાલાશંકર કંથારીયા ૨૩. કવિ કાન્ત- મણિશંકર રત્નજી ભટ્ટ ૨૪. ઠોઠ નિશાળીયો- બકુલ ત્રિપાઠી ૨૫. નિરાલા સૂર્યકાંત ત્રિપાઠી ૨૬. વનમાળી વાંકો- દેવેન્દ્ર ઓઝા ૨૭. લલિત- જમનાશંકર બુચ ૨૮. પ્રેમ ભક્તિ- કવિ ન્હાનાલાલ ૨૯. જાય ભીખુ- બાલાભાઈ દેસાઈ ૩૦. પતીલ- મગનલાલ પટેલ ૩૧. મરીઝ- અબ્બાસી અબ્દુલ વલી ૩૨. વાસુકી, શ્રવણ- ઉમ

"Mastering the UPSC Exam on Your First Attempt: Proven Strategies for Success"

  " Unlock Your Path to Success: Ace the UPSC Exam in Your Very First Attempt with Time-Tested Strategies! Discover Your Ultimate Guide to Achieving Proven Results and Realize Your Dream of Conquering the UPSC Exam." READ MORE